ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
Live TV
-
કોરોનાના કપરાકાળમાં કોરોના વૉરિયર્સની કામગીરીને બિરદાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા સન્માનિત
દેશના 74માં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોરોના વૉરિયર્સનું ખાસ સન્માન કર્યુ હતું. પોતાની પરવાહ કર્યા વગર જે રાજ્યની સેવા કરી રહ્યા છે, એવા ફ્રન્ટલાઇન વૉરિયર્સને મુખ્યમંત્રીએ નમન કરી બિરદાવ્યા હતા. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યવાસીઓએ કોરોનાને દેશવટો અને રાજ્યવટો આપવા માટે આઝાદી જેવી ચળવળ ચલાવવી પડશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓના વખાણ કર્યા. આ સાથે તેમણે તમામ કલ્યાણકારી યોજનાઓની વિગતવારે ચર્ચા કરી હતી. પાટનગર ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 74માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને તિરંગાનો સલામી આપી હતી.
