સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, સુરતમાં સ્થિતિ ચિંતાજનક
Live TV
-
સુરતના ખાડી વિસ્તારમાં પાણી ભરાતા લિંબાયત અને આસપાસના વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે સુરતની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધતાં સુરતના ખાડી વિસ્તારમાં પાણી ભરાતા લિબાંયત અને આસપાસના વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતાં સ્થિતિ વિકટ બની છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો અનેક વાહનો પણ ડૂબી ગયા છે. ત્યારે તાપી નદીમાં પાણીની આવક થતાં સુરતમાં સ્થિતિ વણસી શકે છે તેને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયો છે. કાંકરેજના ટોટણા ગામ પાસે કોઝવે પરથી એક ડમ્પર પાણીમાં સરકી ગયું હતું. તો સૌરાષ્ટ્રમાં પણ શુક્રવારથી છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે. અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સમયમાં હજુ ભારે વરસાદ વરસી શકે છે. તો મહારાષ્ટ્રમાં થયેલા ઉપરવાસના વરસાદને કારણે ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો છે. તો ગીર સોમનાથમાં હિરણ, કપીલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં અતિશય પાણી ભરાતાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો હતો.
