રાજ્યમાં આગામી વર્ષે ગ્રામીણ વિસ્તારમાં નવી સાત મેડિકલ કોલેજ
Live TV
-
ગ્રામીણ અને આદિવાસી જિલ્લાઓમાં સાત નવી મેડિકલ કોલેજ શરુ કરવામાં આવશે
આગામી વર્ષે રાજ્યના અંતરિયાળ તેમજ ગ્રામીણ અને આદિવાસી જિલ્લાઓમાં સાત નવી મેડિકલ કોલેજ શરુ કરવામાં આવશે. અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત મેડિકલ કોલેજની 2012ની એમબીબીએસ દ્વિતીય બેચના 150 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરતાં આ પ્રમાણે જણાવ્યું હતું. રાજ્ય સરકારનું કહેવું છે કે નવી મેડિકલ કોલેજો દ્વારા દર વર્ષે પાંચ હજાર તબીબો બહાર પડશે. જેમના થકી આરોગ્ય સેવાઓનો વિસ્તાર થશે. આ મેડિકલ કોલેજો નવી બ્રાઉન ફીલ્ડ, ગ્રીન ફીલ્ડ મેડિકલ પોલિસી અંતર્ગત શરુ કરાશે. તબીબી વ્યવસાયને ઉમદા વ્યવસાય ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મેડિકલની બેઠકો વધતા ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્ય કે વિદેશમાં જવું પડશે નહીં.