રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ સાથે વરસાદની પણ આગાહી
Live TV
-
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં પ્રી- મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ રહેવાની સંભાવના છે. ત્યારે આગામી 10 અને 11 એપ્રિલે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા અને પ્રી-મોન્સુન એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના છે. આગામી તારીખ 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, તારીખ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની શક્યતાઓ કરાઈ છે.