રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું
Live TV
-
મહીસાગર
કોરોના મહામારીની બીજી લહેરની વિદાય બાદ લાંબા શૈક્ષણિક વેકેશન બાદ આજથી રાજ્યભરમાં ધોરણ -12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા સરકારની ગાઇડલાઇન ના ચુસ્ત પાલન સાથે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. જિલ્લામાં ધોરણ -12માં સામાન્ય પ્રવાહમાં કુલ 112 શાળાઓમાં કુલ 7 હજાર 102 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 44 શાળાઓમાં 1626 મળી ધો-12માં કુલ 8 હજાર 728 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે.પ્રત્યક્ષ શિક્ષણ મરજિયાત હોવાની સાથે શાળાએ આવનાર વિદ્યાર્થીઓ માટે વાલીઓનું સંમતિપત્રક પણ આવશ્યક છે.મોરબી
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ સરકારની ગાઈડલાઇન પ્રમાણે આજથી ધોરણ 12ના વર્ગો સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આજથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓને આજથી પ્રત્યક્ષ શિક્ષણ મળવાનું શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને વિદ્યાર્થીઓ પણ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
