છોટાઉદેપુરઃ ખેડૂતો માટે નકામા સાબિત થયેલા કેળના થડમાંથી કાગળ બનાવવનો પ્રોજેક્ટ સફળ થયો
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જેતપુર, પાવી અને સંખેડા તાલુકામાં કેળાની મોટા પાયે ખેતી કરવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જેતપુર, પાવી અને સંખેડા તાલુકામાં કેળાની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. કેળાનો પાક લીધા લીધા પછી તેના થડનો ઉપયોગ કરવા માટે એક વિદ્યાર્થી આગળ આવ્યો છે. ઈન્ડિયન ક્રાફ્ટ ડિઝાઈનરના એન્જિનિયરિંગ વિદ્યાર્થી રવિરાજે આ થડમાંથી 500 વર્ષનું આયુષ્ય ધરાવતુ કાગળ બનાવવાનો પ્રોજેક્ટ સફળ થયો છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી આપવાના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.
જિલ્લાના ભાષા વિકાસ સંસ્થાનાં સહયોગથી મૂળ પટનાના વિદ્યાર્થી રવિરાજએ કેળ, કુંવરપાઠું અને મકાઈના છોડના રેસામાંથી હેંડલૂમ પેપર બનાવવાનુ સફળ રિસર્ચ કર્યુ છે. આ રેસાઓને કુટી 100 ડિગ્રીના તાપમાને ગરમ કરી તેના મિશ્રણમાંથી 100 ઓર્ગેનિક કાગળ બનાવવાના પ્રોજેક્ટ પર તેઓ કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટથી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાના પેપર્સ બનાવવાના પ્રોજેક્ટથી રોજગારીની તકો વધશે. આમ તો મશીનરી દ્વારા ઓછાં માણસોથી વધુ ઝડપી અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પરંતુ, આ પ્રોજકટથી લોકોને રોજગારી આપવાનું અને શુદ્ધ હેન્ડલૂમ કાગળના ઉત્પાદનના આશય સાથે માનવ શ્રમ વડે જ ઉત્પાદન કરવાનો હેતુ હોવાથી કોઈ પણ પ્રકારની મશીનરી નો ઉપયોગ કરવામાં આવતો નથી.
