Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ મનરેગા યોજના હેઠળ ખેતરનું ધોવાણ અટકાવવા પત્થર પાળા બનાવીને રોજગારી મેળવતા સ્થાનિકો

Live TV

X
  • ડાંગ જિલ્લાના ચનખલ ગામે મનરેગા યોજના હેઠળ ખેતર પાણીનું ધોવાણ અટકાવવા પત્થર પાળા બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

    ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં વધુમાં વરસાદ પડતો હોય છે. વધુ પડતા વરસાદના કારણે પર્વતીય વિસ્તારના ખેતરોનું ધોવાણ થતું હોય છે. આ ધોવાણને અટકાવવા માટે મનરેગા યોજનાનો અમલ કરીને પત્થર પાળા બનાવવાનું કામ ચાલુ કરાયું છે. આ યોજના હેઠળ ચનખલ અને પીપલ્યામાળ ગામના 30 જેટલા ગ્રામજનોને ઘર-આંગણે રોજગારી મળી રહી છે. 

    આ સિવાય અન્ય ગામોમાં પણ ખેતરમાં માટીનું ધોવાણ અટકાવવા પત્થર પાળાનાં કામો ચાલી રહ્યા છે. જેમાં લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવી રહી છે. કોરોનાના સમયમાં લોકોની રોજગારી છૂટી ગઈ હતી ત્યારે ઘર આંગણે રોજગારી મળતા લોકોને રાહત થઇ છે. ડાંગ જિલ્લાના લોકોને પોતાના ગામમાં જ રોજગારીની તક મળતા સ્થળાંતરનું પ્રમાણ મહદ અંશે ઘટી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
apply