Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ ધોરણ 12ના વર્ગો આજથી શરુ થતાં શાળામાં આવતા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

Live TV

X
  • કોરોના સંક્રમણ ઘટતા જનજીવન ફરી રાબેતા મુજબ થઈ રહ્યું છે. રાજ્યભરમાં આજથી ધોરણ 12ના ઓફલાઈન ક્લાસ ફરી શરૂ થયા છે.

    કોરોના સંક્રમણ ઘટતા જનજીવન ફરી રાબેતા મુજબ થઈ રહ્યું છે. રાજ્યભરમાં આજથી ધોરણ 12ના ઓફલાઈન ક્લાસ ફરી શરૂ થયા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આજથી રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શાળામાં પ્રવેશ આપતા પહેલા વિદ્યાર્થીઓનું પુષ્પ પાંદડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે તેમના હેન્ડ સેનિટાઈઝ પણ કરવામાં આવ્યા હતા. ટેમ્પરેચર ગનથી તેમનું શરીરનું તાપમાન પણ માપવામાં આવ્યું હતું. 

    લાંબા સમય બાદ શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન કરતા ઓફલાઇન ભણતર ખુબજ મહત્વનું છે. શાળામાં રૂબરૂ આવીને શિક્ષકો પાસેથી જ્ઞાન મેળવીએ તેવું ઓનલાઈન શિક્ષણમાં નથી મેળવી શકતા. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા બદલ રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
apply