રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ
Live TV
-
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં છાંટા પડ્યા હતા. તો જામનગર, પડધરી, દ્વારાકા, દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં છાંટા પડ્યા હતા. તો જામનગર, પડધરી, દ્વારાકા, દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. હાલ જીરૂ, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ભરશિયાળે વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડી જોવા મળી રહી છે.
માંગરોળમાં રસ્તાઓ પર પાણી વહ્યા
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બસસ્ટેન્ડ, ટાવરચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ વરસાદથી ખેડૂતો પર પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઇ છે.
મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો હતો
અગાઉ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો. આથી ખેડૂતોને ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળીના પાક સારી રીતે તૈયાર થશે તેવી આશા હતી. પરંતુ આજે વરસાદ પડતા તેને પણ નુકસાન થયું છે.
