Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા, સાજા થવાનો દર 99.10 ટકા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. આજે 11 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 4 કેસ નોંધાયા છે. વડોદરામાં 5, ગાંધીનગર અને બનાસકાંઠામાં 1, સુરતમાં, મોરબી અને તાપી 0 કેસ નોંધાયા છે. દાહોદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, નર્મદા ,કચ્છ, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, જૂનાગઢ અને અરવલ્લી અને રાજકોટમાં એક પણ નવા કેસ નોંધાયા નથી.

    રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો ભરુચ , છોટાઉદેપુર , જામનગર , ભાવનગર, મહિસાગર, પાટણ, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.
     
    હાલ રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે. જેમાંથી 0 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,184 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,993 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,71,09,456 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 88,648 લોકોને કોરોનાની રસી અપાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply