Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ગત મે અને જુન મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો 3.41 કરોડ લોકોને મળ્યો લાભ

Live TV

X
  • કોરોનાના કારણે અસંખ્ય ગરિબોને આર્થીક મુશ્કેલીઓ પડી જેના લીધે તેમની આવકમાં ઘટાડો થયો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તરત નિર્ણય લઇને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરુ કરી જેના અંતર્ગત એન.એફ.એસ.એ યોજના અંતર્ગતના અનાજ ઉપરાંત વ્યક્તિદીઠ બીજા 5 કિલો ગ્રામ અનાજનું વિતરણ કરાયું હતું. ત્યારે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના ગુજરાતના જનરલ મેનેજન અસીમ છાબડાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આગામી વર્ષ માટેનો પણ પુરતો સ્ટોક છે અને રાજ્યમાં ગત મે અને જુન મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 3.41 કરોડ લાભાર્થીઓને 2.39 એમએલટી ઘઉં તથા 1.03 એમએલટી ચોખાનું વિતરણ રાજ્ય સરકાર મારફત કરાયું છે.  તેમજ અનાજની આપુર્તી માટે રાજ્યના ખેડુતો પાસેથી એફસીઆઇ દ્વારા 433 એમએલટી અનાજ ખરીદવામાં આવ્યું જે અત્યાર સુધીનું ગુજરાતમાં એફસીઆઇ દ્વારા ખરીદાયેલું સૌથી વધુ અનાજ છે. જેના લીધે 37000 ખેડુતોને લાભ થયો. હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને નવેમ્બર 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply