Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો વરસાદનું જોર ઘટ્યું

Live TV

X
  • રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે 122 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.રાજ્યના 32 તાલુકા એવા છે જ્યાં સરેરાશ અડધોથી એક ઈંચ વરસાદ નોંધાયો છે.જેમાં તાપીના ડોલવણ અને નિઝરમાં 1 ઈંચ, સુરતના બારડોલીમાં અને નવસારીના ખેરગામમાં 1 ઈંચ.,વરસાદ નોંધાયો છે.જ્યારે ડાંગ અને વઘઈમાં પણ એક એક ઈંચ વરસાદ વરસ્યો છે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં  હજુ પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી બે દિવસ હજુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ,ડાંગ, તાપી,નવસારીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે તો અમરેલીના બગસરામાં મુંજ્યાસર ડેમની સપાટી 21.50 ફુટ પર પહોંચી છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે.  આ ડેમ બગસરાના 9 ગામોને પીવાનું અને સિંચાઇનું પાણી પુરુ પાડે છે તો મહારાષ્ટ્ર રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ત્યાં આવેલ હથનુંર ડેમ અને પ્રકાશા ડેમના દરવાજા ખોલવામા આવ્યા છે. જેનાથી લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, આ પાણી સીધું ઉકાઈ ડેમમાં આવતા ડેમની સપાટીમા વધારો નોધાયો છે, બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો પણ 52 ટકા પર પહોંચ્યો છે, જેને પગલે ખાસ દક્ષિણ ગુજરાતવાસીઓ અને તેમાં પણ ખેડૂતોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.ભારે પવન અને ખરાબ હવામાનને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને ફેરી બોટ બંધ કરવાનો નિર્ણય  ગુજરાત મેરી ટાઇમ બોર્ડનો દ્વારા કરવામાં આવ્યો છે. મંગળવારે સાંજે પાંચ વાગ્યા બાદ બોટ દ્વારા બેટ દ્વારકા દર્શન યાત્રિકો માટે બંધ રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply