આણંદ:લાયન્સ ક્લબ દ્વારા ત્રિભુવન દાસ ફાઉન્ડેશન ખાતે વિવિધ કાર્યોક્રમો
Live TV
-
કોરોના મહામારી ચાલી રહી છે અને તેના કારણે લોકો રોજગારી ગુમાવી રહ્યા છે તેવા સમયે કેટલીક સામાજિક સંસ્થા અન્ય જાણીતા ક્લબો જેઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને હંમેશા સમાજની મદદે આવતા હોય છે.તેવું જ જાણીતું નામ ધરાવતી સંસ્થા આણંદ ખાતે કાર્યરત લાયન્સ ક્લબ દ્વારા ત્રિભુવન દાસ ફાઉન્ડેશન ખાતે ઇસીજી મશીન તેમજ વાસદ કન્યાશાળા ખાતે સિલિંગ ફેન આપવામાં આવ્યા. આ વર્ષે કોરોના ને કારણે જે રીતે ઓક્સિજનની ખોટ સર્જાઈ હતી અને લોકો એ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આવી તેવી જ રીતે શુદ્ધ પાણીની ખોટ ભવિષ્યની આવનારી પેઢી માટે ના સર્જાય તે માટે વોટર હાર્વેસ્ટીંગના કાર્યક્રમો યોજી સમાજ માટે ઉપયોગી બનવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
