નવસારીઃ પ્રેસ અકાદમી દ્વારા 'કેન્સર સામે સતર્કતા' વિષય પર સેમિનાર યોજાયો
Live TV
-
કોરોના મહામારી પાછલા વર્ષોથી આવી છે અને ઘણા બધા તેનો શિકાર બની છે તો ઘણા સમયથી અને અસાધ્ય રોગ કેન્સરએ લોકોમાં ખુબજ જોવા મળે છે અને ધીરે ધીરે લોકોને મોતના મુખમાં ધકેલી રહી છે. નવસારી ખાતે 'કેન્સર સામે સતર્કતા' વિષય પર સેમિનાર યોજાયો હતો. દક્ષિણ ગુજરાત ઝોનના સંયુકત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જનજાગૃતિ કેળવવા માટેના પ્રેસ અકાદમી દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે 'કેન્સર' જેવા રોગ સામે કેવી રીતે સતર્કતા સાથે સાવધ રહી શકાય તે અંગે ચર્ચા કરવામા આવી છે. તેમણે માનવમૃત્યુ રોકવાના આ પ્રયાસમા સહયોગી બનવાની સૌને હિમાયત કરી હતી. તેમણે 'કેન્સર' જેવી બિમારીઓથી છુટકારો મેળવવા માટે યોગ્ય જીવનશૈલી કેળવવાની પણ અપીલ કરી હતી. અહી સ્થિત નિરાલી હોસ્પીટલના ડોકટરોએ કેન્સરની ઉપયોગી જાણકારી આપતા જણાવ્યું હતું કે, માનવની આજની ઝડપી જીવનશૈલીને કારણે માનવીમાં શારિરિક પ્રવૃત્તિના અભાવને કારણે કેન્સરના રોગ તરફ ધકેલાઈ રહ્યા છે.
