Skip to main content
Settings Settings for Dark

સુરતઃ ઓર્ગેનિક આહાર માટે ઘરના ટેરેસ પર કિચન ગાર્ડનિંગ શરૂ કરાયું

Live TV

X
  • આજે કોરોના મહામારીમાં લોકો સ્વસ્થ્ય માટે વધારે સજાગ થયા છે.ખોરાક અને રોજિંદીક્રિયાઓ માં સફાઈ અને ચોખ્ખાઈનું ધ્યાન વધારે રાખવા લાગ્યા છે.ત્યારે સુરતની એક મહિલાએ પરીવારને સ્વસ્થ રાખવા માટે ઘરના ધાબા પર જ ટેરેસ કિચન ગાર્ડનિંગ શરૂ કર્યું છે. શાકભાજી અંગે તેમણે પોતાના ઘરને આત્મનિર્ભર બનાવ્યું છે. ઘરમાં જ હર્યો ભર્યો ગાર્ડન પરિવારને તંદુરસ્તીની સાથે ઓર્ગેનિક આહાર પ્રદાન કરે છે. તેઓ ઘણા વર્ષોથી તેમના ઘરના ટેરેસ પર શાકભાજીની ઓર્ગેનીક ખેતી કરી રહ્યા છે. તેમણે ઘરની આગાસી પર કારેલા, કંટોલા, મેથીની ભાજી, ફુદીનો, તુલસી, સક્કરટેટી, સીતાફળ, શેતુર, ટામેટા, લાલ ભીંડા, શક્કરીયા, નાગરવેલ જેવા છોડ ઉછેરયા છે. આ અંગે તેમણે જણાવ્યુ હતુ કે નવસારી કૃષિ યુનિવર્સીટી સુરતના પનાસ ખાતે કાર્યરત કે.વી.કે. દ્વારા તાલીમ મેળવી હતી. તાલીમ બાદ ઘરની અગાસી પર તેઓએ અનેક પ્રકારના શાકભાજી તથા ફળનું વાવેતર કરવાનું શરુ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply