Skip to main content
Settings Settings for Dark

ટીડાણા પ્રાથમિક શાળાનો સમગ્ર રાજયમાં બીજો ક્રમ A+ ગ્રેડ સાથે 4 સ્ટાર પ્રાપ્ત કર્યા

Live TV

X
  • ગુણોત્સવ થકી વિવિધ બાબતોની 4 ભાગ કરી ચકાસણી કરવામાં આવી હતી.

    રાજ્ય સરકાર દ્વારા શાળાએ જતા બાળકો અને વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજી તેઓને શિક્ષણમાં વધારે રુચિ વધે અને મોટા પ્રમાણમાં શિક્ષા પ્રાપ્ત કરે તેમાટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.તેમાં ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે.
    A+ ગ્રેડ ધરાવતી માત્ર 14 સરકારી સ્કૂલો હતી. જેમાં ટીડાણા પ્રાથમિક શાળાનો સમગ્ર રાજયમાં બીજો ક્રમ આવતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઇ  છે અને ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. મૂળીનાં ટીડાણા પ્રાથમિક શાળા તેમજ શાળાનાં આચાર્ય મહિપાલસિંહ જેતાવતને સ્માર્ટશાળા માટે અનેક બહુમાન મળી ચૂક્યા છે. ત્યારે ગત વર્ષે સરકાર દ્વારા ગુણોત્સવ થકી વિવિધ બાબતોની 4 ભાગ કરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અધ્યયન અને અધ્યાપન, સહશૈક્ષણિક પ્રવૃતિ, શાળા, સંશાધનો અને તેનો ઉપયોગ સહિતની બાબતો ધ્યાને રાખી નિરક્ષીણ કરાયા હતા. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 30 હજાર 681 શાળામાં કરેલ ગુણોત્સવનાં આંકડા જાહેર કર્યા હતા. .જેમાં ટીડાણા ગામની પ્રાથમિક શાળાએ સમગ્ર રાજયમાં બીજા ક્રમ સાથે A+ ગ્રેડ સાથે 4 સ્ટાર પ્રાપ્ત કર્યા હતા. શાળાનાં આચાર્ય મહિપાલસિંહ જેતાવતે જણાવ્યું હતું કે શાળાનાં તમામ શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓનાં વાલીઓ દ્વારા મળતો સહકાર અમારી હૂંફ બની રહે છે અને તેનાથી જ સમગ્ર રાજયમાં ટીડાણાનું નામ રોશન થયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply