Skip to main content
Settings Settings for Dark

મહીસાગરઃ કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને આર્થિક સહાય

Live TV

X
  • કોરોના મહામારીમાં છેલ્લા ઘણા સમયથી લોકો પોતાના સગા-સબંધીઓ  ગુમાવ્યાં છે અને કોવીડ-૧૯ની બીજી લહેરમાં ઘણા બધા લોકો કમનસીબે મૃત્યુ પામ્યા છે. જેમાં ઘણા નાના બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે અને અનાથ બન્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવીડ-૧૯ ના કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી અનાથ બનેલ આવા બાળકોની અને પરિવારોની ચિંતા કરી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મૂકી છે.જેમાં કોરોના સમયગાળા દરમ્યાન અનાથ બાળકો સિવાયના માતા કે પિતાની છત્રછાયા ગુમાવેલ એક વાલી વાળા બાળકોને પણ આ યોજનામાં સમાવેશ કરવાનું નક્કી કરેલ છે જેમાં તેઓને માસિક રૂ.૨૦૦૦/- ની સહાય તેઓના બેંક ખાતામાં ચૂકવાશે. અત્યાર સુધી જિલ્લા બાળ સુરક્ષા એકમને આવા ૧૨૯ એક  વાલી ગુમાવેલા બાળકો મળી આવેલ છે.મહીસાગર જિલ્લા કલેકટર ડો. મનીષકુમારે જિલ્લા વાસીઓને સમાજના આગેવાનો, શિક્ષકો, તલાટીઓ, સરપંચો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને અપીલ કરી છે કે આવા બાળકો તમારા ધ્યાનમાં આવે તો તેની પ્રાથમિક માહિતી જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો તાત્કાલિક સંપર્ક કરી આ માહિતી જણાવવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply