Skip to main content
Settings Settings for Dark

પોરબંદર ખાતે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો કોરોનાને મહામારીની લીધે રદ

Live TV

X
  •  
    જન્માષ્ટમીનો તહેવાર દેશવિદેશમાં ખુબજ પ્રખ્યાત અને લોકપ્રિય માનવામાં આવે છે.આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ના જનમોત્સવનો પ્રસંગ લોકો ખુબજ ઉત્સાહભેર ઉજવતા હોય છે.દર વર્ષે પોરબંદર માં પણ ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.અહીંની નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પાલિકા દ્વારા કોરોનાની ત્રીજી લહેરને લઈને જન્માષ્ટમીનો મેળો રદ કરવામાં આવ્યો છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબર નો ગણાતો પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાનું પોરબંદર-છાંય નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવે છે શહેરના વિશાળ અને દરિયાકાંઠે ચોપાટીના મેદાનમાં ભવ્ય મેળો યોજાય છે પરંતુ ગયા વર્ષે પણ કોરોનાને લઈને પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન રદ કરવામાં આવ્યુ હતું ત્યારે આ વર્ષે પણ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અને પાલિકા ના સત્તાધીશો દ્વારા આજે લોકમેળા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.લોકમેળામાં દિવસ દરમ્યાન એક થી દોઢ લાખ જેટલા લોકો ભાગ લેતા હોય છે ત્યારે કોરોના વધારે ઘાતક ના બને અને લોકો સંક્રમિત ન થાય તેને લઈને હાલ પાલિકાના પ્રમુખ દ્વારા મેળો રદ કરવાનો નિર્ણય કર્યો છે તો લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા પણ અપીલ પણ કરી હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply