છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 30 નવા કોરોનાના કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના કુલ 30 કેસ નોંધાયા છે. જયારે 57 લોકો સાજા થયા છે. રાજ્યમા કોરોનાથી આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં રિકવરી રેટ વધીને 98. 74 ટકા થયો છે. / રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી કુલ 3 લાખ, 69 હજાર, 164 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમા અત્યારસુધીમા આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8 લાખ 14 હજાર 413 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના કેસોની વિગતે વાત કરીએ તો સુરતમા 11, અમદાવાદ અને વડોદરામા 4-4 કેસ, જ્યારે મહેસાણા, પંચમહાલ અને રાજકોટમા 2-2 કેસ નોધાયા છે. જ્યારે સારી બાબત એ છે કે રાજ્યના ઘણા જિલ્લાઓમા કોરોનાનો એક પણ કેસ જોવા નથી મળી રહ્યો.
