Skip to main content
Settings Settings for Dark

પાટણ જીલ્લાનું રુપપુર ગામ સમગ્ર જિલ્લામાં ડસ્ટ ફ્રી અને સુવિદ્યાસંપન્ન ગામ બન્યું

Live TV

X
  • પાટણ જીલ્લાનું રુપપુર ગામ સમગ્ર જિલ્લામાં ડસ્ટ ફ્રી અને સુવિદ્યાસંપન્ન ગામ બન્યું છે. ત્યારે લોક ભાગીદારીને કારણે  ગામને કઇ રીતે આદર્શ ગામ બનાવી શકાય તેનું ઉદાહરણ ગ્રામજનોએ પુરુ પાડ્યું છે.  આશરે બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં વૃક્ષો પણ ખુબ મોટા પ્રમાણમાં છે. તો સમગ્ર ગામમાં બ્લોકિંગ,પેવર કામ અને આર.સી.સીના સુંદર બાંકડાની બેઠક વ્યવસ્થા જોવા મળે છે.  સાથે સાથે સ્વચ્છતા માટે પણ ખાસ આયોજન કરાયું છે. ગામમાં ગટર,પાણી, સ્ટ્રીટ લાઈટ,બેન્કિંગ,પોસ્ટ, આદર્શ શાળા, કોલેજ,એપીએમસી માર્કેટ સહિતની સગવડો સાથે સામાજિક કાર્યો માટે સુંદર હોલ અને વાડીની પણ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે,તો ગામ 2017માં ખૂલામાં શોચમુક્ત ગામ તરીકે પણ નામના મેળવી ચૂક્યું છે.તો ગામનું હરસિદ્ધ તળાવ પર્યટન સ્થળ તરીકે રૂપપુર ના રિવર ફ્રન્ટ તરીકે ઓળખ ધરાવે છે. નાનું સરખું રૂપપુર આજે સમગ્ર જીલામાં સ્વચ્છતા અને ડસ્ટ ફ્રી ગામ તરીકે અન્ય ગામોને પણ અંગુલીનિર્દેશ કરી પ્રેરણારૂપ બન્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply