રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ 6, 7 અને 8માં પ્રથમ વાર ભગવત્ ગીતાનું શિક્ષણ આપવામાં આવશે
Live TV
-
રાજ્યમાં આગામી 13 જૂનથી શાળાઓ ખૂલવાની છે ત્યારે ધોરણ 6, 7 અને 8માં પ્રથમ વાર ભગવત્ ગીતાનું શિક્ષણ આપવામાં આવશે. માધ્યમિક શાળાના ધોરણ 9થી 12માં પણ ગુજરાતી વિષયના પુસ્તકમાં ભગવત ગીતાના પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરાંત,શાળા ખૂલવાને અનુલક્ષીને ગુજરાત રાજ્ય પાછ્ય પુસ્તક મંડળ દ્વારા સરકારી શાળાઓમાં પુસ્તકો પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળામાં 37 હજાર તેમજ માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિક શાળામાં 6400 પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે.
