રાજ્યમાં નવા 1145 કેસ નોંધાયા, તો 17 નવા દર્દીઓના મોત
Live TV
-
આજ રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1145 કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 1120 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 78.98 થયો છે.
નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 82,087 પર પહોંચી છે. રાજ્યમાં હાલ કુલ 5,15,313 વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 14418 છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14337 સ્ટેબલ છે.
રાજ્યમાં અત્યાર સુધી 64,830 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 2839 પર પહોંચ્યો છે. આજે સુરત જિલ્લામાં નવા 238 કેસ નોંધાયા છે, તો અમદાવાદ જિલ્લામાં નવા 163 કેસ નોંધાયા છે.
