Skip to main content
Settings Settings for Dark

ભાજપના અનેક નેતાઓ હતા શાર્પ શૂટરના ટાર્ગેટ પરઃ પ્રદિપસિંહ જાડેજા

Live TV

X
  • શાર્પશૂટરના ટાર્ગેટ પર હતા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા -ATS ના જણાવ્યા પ્રમાણે અગાઉ શાર્પશૂટરે કમલમની પણ કરી હતી રેકી

    અમદાવાદના રિલીફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે એટીએસની ટીમે એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન એક શાર્પશૂટર દ્વારા એટીએસની ટીમ પર ફાયરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવમાં એક શાર્પશૂટરને પકડવામાં એટીએસને સફળતા મળી હતી. આ શાર્પશૂટર છોટા શકીલ ગેંગનો હોવાનું જાણવા મળ્યું છે.

    ઈરફાન ઈલિયાસ શેખ નામના આ શાર્પ શૂટરના મોબાઈલમાંથી ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો. આ સાથે શાર્પ શૂટરે કમલમની પણ રેકી કરી હોવાનું એટીએસને જાણવા મળ્યું છે. હોટલ વિનસના રૂમ નંબર 105માં એક વ્યક્તિ હોવાની બાતમી મળતાની સાથે જ ક્રાઈમ અને ATSની ટીમ બહાર ગોઠવાઈ ગઈ હતી. આ ઓપરેશન દરમિયાન શાર્પ શૂટર દ્વારા ફાયરિંગનો પ્રયાસ કરાયો હતો, જો કે એટીએસની ટીમે શાર્પશૂટરને ઝડપી લીધો હતો.

    મહત્વનુ છે કે, આ શાર્પશૂટરના ટાર્ગેટ પર ગોરધન ઝડફિયા સહિત અનેક મોટા ભાજપના નેતાઓ હતા..જો કે આ શાર્પશૂટર ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાની સુરક્ષામાં વધારો કરાયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પકડાયેલ આરોપીની તપાસ બાદ જ તેના શું મનસૂબા હતા તે જાણી શકાશે.

    આ આરોપી છોટા શકીલ ગેંગ સાથે જોડાયેલો છે અને ગુજરાતમાં તેના ક્યાં કનેકશન છે તે જાણવા એટીએસ દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે. હાલના તબક્કે ઈન્ટ્રોગેશનમાં વધુ વિગતો બહાર આવે પછી ખરેખર આરોપી શા માટે અહીંયા આવ્યો હતો તે જાણી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply