રાજ્યમાં નવા 1349 કેસ નોંધાયા, તો 17 નવા દર્દીઓના મોત
Live TV
-
આજ રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1349 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં સર્વાધિક 1444 દર્દીઓ સાજા થયા છે, અને તેની સાથે સાજા થવાનો દર દર 82.84 % થયો છે.
અત્યાર સુધીમાં કુલ 96,709 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 78, 182 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,389 છે અને નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1,16,345 પર પહોંચી છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૭,૪૩,૪૨૯ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ૭,૪૨,૯૨૮ વ્યક્તિઓ હૉમ ક્વૉરેન્ટાઈન છે, અને ૫૦૧ વ્યક્તિઓને ફેસીલીટી ક્વૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,389 છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર છે અને 16,293 સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 17 દર્દીઓના મોત થયા છે, અને તેના પગલે કુલ મોતનો આંકડો 3247 પર પહોંચ્યો છે.
આજે સુરત જિલ્લામાં 277, અમદાવાદ જિલ્લામાં 172 અને રાજકોટ જિલ્લામાં નવા 141 કેસ નોંધાયા છે.
