આવતીકાલે સરદાર સરોવર ડેમ થશે છલોછલ, PM મોદીને મળશે જન્મદિનની ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે તેમના જન્મદિવસની ભેટ. કેવડિયા ખાતે આવતીકાલે થશે ખાસ પૂજા અર્ચના.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. જેમાં આવતીકાલે તેમના જન્મદિવસના દિવસે નર્મદા ડેમની જળસપાટી 139 મીટર ભરાતા ડેમ છલોછલ થઈ જશે.
139 મીટરની ઉંચાઈ ઉપર ડેમ છલકાવાની આ પ્રથમ ઘટના છે. ત્યારે ગુજરાતમાં હવે પાણીની સમસ્યા તો ભૂતકાળ બની જશે, પરંતુ સિંચાઈને પણ વેગ મળતા ખેડૂતોના પાકને પણ પાણી વિના નહીં રહેવું પડે.
આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુઅલી ડેમની પૂજા કરશે તો નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા નર્મદા ડેમ ખાતે હાજર રહેશે. નર્મદા ડેમના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ પણ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેકટ છે, ત્યારે પ્રધાનમંત્રીના 70મા જન્મદિવસે ગુજરાતે જે ભેટ આપી છે, તે અવિસ્મરણીય બનશે.
