દીવના બીચ પ્રવાસીઓ માટે ખૂલ્યાં, ન્હાવા પર રહેશે પ્રતિબંધ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આજથી નાગવા બીચ સહિતના તમામ બીચને ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે.
જો કે દરિયામાં નાહવા જવા પર પ્રતિબંધ રહશે. દીવમાં કોરોનાને કારણે પહેલા તમામ પ્રવાસન સ્થળ બંધ હતા. પણ તબક્કા વાર ,કિલ્લો, ચર્ચ, નાડયાની ગુફા સહિતના સ્થળો ખોલી દેવાયા હતા.
દીવનું આકર્ષણ એવા નાગવા બીચ સહિતના બીચને બંધ રખાયા હતા. જો કે આજથી હવે તમામ બીચ ખુલતા દીવમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. જેના કારણે સ્થાનિક રોજગારી પણ વધશે. ત્યારે સ્થાનિક સ્ટોલ ઘારકોએ તંત્રનો આભાર માન્યો હતો. તંત્ર દ્વારા સ્ટોલ માલિકોને સેનિટાઈઝર, માસ્ક અને ગ્લોવ્ઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
