રાજ્યમાં નોન-યુઝેબલ સરકારી બિલ્ડીંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે નવા બાંધકામ કરીને તેને ઉપયોગમાં લેવાશે
Live TV
-
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલ અગત્યના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજ્યની નોન –યુઝેબલ બિલ્ડીંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે આ તમામ બિલ્ડીંગનું નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના થકી રાજ્યની માળખાકીય સેવાઓમાં અને લોકોની જનસુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરાની ગ્રામ્ય અને સર્કલ ઓફિસમાં સમાવિષ્ટ કુલ 219 રેસીડેન્સીયલ અને 239 જેટલી નોન રેસીડેન્સીયલ આમ કુલ 458 જેટલી નોન યુઝ્ડ બિલ્ડીંગને જરૂરિયાત પ્રમાણે નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
