રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો ઝંઝાવતી પ્રચાર
Live TV
-
મુખ્યમંત્રીએ અમરાઇવાડી બાયડ, થરાદ અને રાધનપુર બેઠક પર પ્રચાર કરી વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ તો, કોંગ્રેસ પણ વિધાનસભાની છ બેઠકો જીતવા માટે લગાવી રહી છે એડીચોટીનું જોર રાધનપુરમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કર્યો ચૂંટણી પ્રચાર
ગુજરાતમાં છ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા પેટા ચૂંટણી 2019 અંતર્ગત , ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગદીશ પટેલ ને જીતાડવા માટે પ્રદેશના નેતાઓ પ્રચારમાં લાગ્યા છે. ગઈકાલે સાંજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ ની ઉપસ્થિતિમાં , વિજય વિશ્વાસ યુવા સંમેલન યોજાયું હતું. સંમેલનમા જીતુભાઇ વાઘાણીએ અમરાઈવાડી વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી ની જીતવાની શક્યતા વ્યક્ત કરી હતી, અને કાશ્મીર માં 370 ની કલમ બીજેપી એ હટાવી તેનાથી કોંગ્રેસ ખુશ નથી તેમ જણાવ્યું હતું.આ ઉપરાંત અસારવા ખાતે અનુસૂચિત જાતી મોરચાની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં અનુસૂચિત જાતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ શંભુપ્રસાદ ટુંડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સભાને સંબોધન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે ત્યારે અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ જગદીશ પટેલે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે , ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ધર્મેન્દ્ર પટેલને જંગમાં ઉતારવામાં આવ્યા છે. આમ તો આ સીટ અત્યાર સુધી બીજેપીના ફાળે ગઇ છે ત્યારે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ દ્વારા સભાઓ ગજવી તથા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે , ત્યારે ગઇકાલે અનુસૂચિત જાતિ મોરચાના સંમેલનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ,શહેર પ્રમુખ તથા ,ધારાસભ્ય શૈલેષ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નાગરિકોને પ્રાથમિક સુવિધા , રોડ રસ્તા , ગટર તથા વરસાદી પાણી ભરાવા સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને ચૂંટણી લડીશ, અને તેમને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.