આણંદના વિદ્યાર્થીઓએ માત્ર બે મહિનામાં જ બનાવ્યું ઇ-બાઇક
Live TV
-
સાત રૂપિયામાં 80 કિમી ની એવરેજનો દાવો.દેશભરની 54 ટીમોમાં આવ્યા પ્રથમ ક્રમે
આણંદ વિદ્યાનગરની એ.ડી.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજના 10 વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે 2 મહિનાના ટુંકાગાળામાં ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું છે. જે બાઇક માત્ર 7 રૂપિયામાં 80 કિલોમીટરની એવરેજ આપે છે. તમિલનાડુમાં સોસાયટી ઓફ ઓટોમોમેટીવ એન્જિનીયર્સ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં દેશભરની 54 સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં એડીઆઇટીના વિદ્યાર્થીઓએ બનાવેલા ઇલેક્ટ્રિક બાઇકને પ્રથમ નંબર મળ્યો હતો. જે માટે ટીમને 90 હજારનું ઈનામ મળ્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમ એડીઆઇટી શૈક્ષણિક સંસ્થાએ આ ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું છે. બેટરીથી સંચાલિત બાઇક જો કોઇ કંપની દ્વારા મોટાપાયે ઉત્પાદન કરાય તો રૂ. 55,000થી 60,000 સુધીમાં બની શકે છે. આ બાઈકની સ્પીડ 35 કિ.મી. સુધીની છે.