ભ્રષ્ટાચારના મામલે ઘેરાયેલા પૂર્વ નાણામંત્રીની મુશ્કેલીઓ વધી
Live TV
-
સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદંબરમ અને તેના દીકરા કાર્તિ ચિદંબરમ વિરુદ્ધ દિલ્હીની એક કોર્ટે શુક્રવારે આરોપ પત્ર દાખલ કર્યું. જેમાં પીટર મુખર્જી, ઈન્દ્રાણી મુખર્જી ઉપરાંત પ્રબોધ સક્સેના અને રવીન્દ્ર પ્રસાદ સહિત કુલ 14 આરોપી બનાવ્યા હતાં. હવે આ મામલે 21 ઓક્ટોબરમાં સુનાવણી થશે.
ચિદંબરમે 21 ઓગસ્ટના રોજ જોર બાગ સ્થિત તેમના નિવાસથી સીબીઆઈએ ધરપકડ કરી હતી. સીબીઆઈએ 15 મે 2017ના રોજ એક એફઆઈઆર દાખલ કરીને આઈએનએક્સ મીડિયા સમૂહને 2007માં 305 કરોડ રુપિયાનું વિદેશી ધન પ્રાપ્ત કરવા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો.