વડોદરાઃ ઘરમાં ઘૂસી આવ્યું મગરનું બચ્ચું, વનવિભાગે કર્યું રેસ્ક્યૂ
Live TV
-
ઘરમાં ફરી રહ્યું હતું નદી કિનારે આવેલ વસાહતમાં 2.5 ફૂટ મગરનું બચ્ચું
વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોના વસવાટને કારણે વડોદરાના લોકોને મગરોની નવાઈ નથી લાગતી. નદી કાંઠાના વિસ્તારોમાં મગરો માનવ વસ્તીમાં આવી જવાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્રણ ચાર દિવસ પહેલા લક્ષ્મી વિલાસ રાજમહેલના કમ્પાઉન્ડ માંથી 8 ફૂટનો મગર મળી આવતા વન વિભાગ દ્વારા તેને સહીસલામત રીતે પકડીને નદીમાં છોડવામાં આવ્યો હતો.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની હેલ્પ લાઈન નંબર પર પરશુરામ ભઠ્ઠા ઝુલતા પુલ પાસેથી નીતેશ ભાઈ યાદવ નો કોલ આવ્યો હતો કે મગરનુ બચ્ચું તેમના ઘરની અંદર આવી ગયેલ છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડન્ટ અરવિંદ પવાર એ ટીમના કાયૅકર અરૂણ સૂયૅવંશીને ત્યાં મોકલ્યા હતા. કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી જોયું તો નદી કિનારે આવેલ વસાહતમાં 2.5 ફૂટ મગરનું બચ્ચું ઘરમાં ફરી રહ્યું હતું. આસપાસના ઘરોમાં ભય ફેલાયેલ હતો. તેને સહી સલામત રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યું હતું.