Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વિવિધ જગ્યાએ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

Live TV

X
  • આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા  હતા. જે અંતર્ગત જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મતદાર જાગૃતિ માટે રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રંગોળી સ્પર્ધાથી મતદાન અંગેની જાગૃતિ ફેલાવવા આવી હતી. તેમજ આ રંગોળી જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ આવ્યા હતા, અને તેમણે મતદાન માટેનો સંકલ્પ પણ લીધો હતો.

    મહીસાગરના કલેશ્વરી ખાતે જિલ્લા તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારી  નેહા કુમારીના માર્ગદર્શનમાં SVEEP કામગીરી અંતર્ગત ઇલેક્શન પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકશાહીના પર્વને કલાના રંગ દ્વારા ઉજવવા મતદાર જાગૃતિનો સંદેશ પાઠવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ઠ 5 ચિત્રોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    તાપી જિલ્લામાં રાજસ્થાની મહિલાઓ દ્વારા ગણગોરના તહેવારની સાથે સાથે મતદાન જાગૃતિનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.  અહીં મહિલાઓએ ઉત્સાહથી ગણગોરનો તહેવાર ઉજવ્યો હતો  સાથે સાથે મતદાન માટે મહિલાઓને શપથ લેવડાવ્યા હતા.  સાથે જ તેમણે મતદાન જાગૃતિના ગીતો ઉપર રાજસ્થાની નૃત્ય પણ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply