સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, અપક્ષ ચૂંટણી લડી શકે
Live TV
-
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. . ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું છે. જેમાં તેમણે અંગત કારણો સર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તળપદા કોળી સમાજના આગેવાન અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.
કોળી નેતા સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને પૂર્વ લીંબડી બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સોમાભાઈ પટેલના રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે સોમા પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે
