રાજ્યમાં શિક્ષક માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરૂચી કસોટી TAT-Sની આજે યોજાઈ રહેલી પ્રિલિમનરી પરીક્ષા
Live TV
-
રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરૂચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે. TAT-Sની પ્રિલિમનરી પરીક્ષામાં આજે રાજ્યના 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષકો પરીક્ષા આપશે. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત-વિજ્ઞાન, સંસ્કૃત, કોમ્પ્યુટર, સંગીત, ડ્રોઈંગ, ફિઝિકલ એજ્યુકેશન વિષયો પર ઉમેદવારો પરીક્ષા આપશે.
આ પરીક્ષાને લઈને, પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ લગાડવામાં આવી છે.