રાજ્યમાં સવારે અને રાતે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ
Live TV
-
રાજયમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી પડી રહી છે. રાજયભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે સવારે નલિયામાં 11.1 ડિગ્રી, અમદાવાદમાં 13.8, વડોદરામાં 13.4, ભાવનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં 11.5, રાજકોટમાં 15. 6, સુરતમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું.