G-20 ની પર્યટન કાર્ય સમૂહની પ્રથમ બેઠકનું આજે કચ્છના ધોરડોમાં ઉદ્ધાટન થયું
Live TV
-
બેઠકમાં G-20 દેશના પ્રતિનિધીઓ, આમંત્રિત દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સહિત 100 પ્રતિનિધિએ ભાગ લીધો
G-20 ની પર્યટન કાર્ય સમૂહની પ્રથમ બેઠકનું આજે કચ્છના ધોરડોમાં ઉદ્ધાટન થયું હતું. બેઠકમાં G-20 દેશના પ્રતિનિધીઓ, આમંત્રિત દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સહિત 100 પ્રતિનિધિએ ભાગ લીધો. કેન્દ્રીય મત્સ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રુપાલાએ બેઠકને સંબોધી હતી. તેમણે કહ્યું, આ બેઠકથી પર્યટન ક્ષેત્રને વેગ મળશે. પર્યટન ક્ષેત્રના વિકાસના કારણે રોજગારીનું મોટા પ્રમાણમાં સર્જન થયું છે. કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડીએ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે, કોરોના સમયે પર્યટન ક્ષેત્ર ખુબ પ્રભાવિત થયું હતું. નવી પર્યટન નીતિના કારણે પર્યટન ક્ષેત્રેને ખુબ ફાયદો થયો છે. વર્તમાન સમયે ભારતના 40 સ્થળ યુનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, કચ્છની આ ભૂમિ પર બે દાયકા પૂર્વે ભૂંકપના કારણે મોટું નુકસાન થયું હતું. હજારો લોકોના મૃત્યુ થયા હતા અને લાખો ઘર બરબાદ થઈ ગયા હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને દુર્ધશિતાના કારણે કચ્છ જિલ્લો ફરી એક વાર જીવંત બન્યો છે. કચ્છના ભૂંકપમાં જીવ ગુમાવનારોની સ્મૃતિમાં બનેલું સ્મૃતિ વન ગ્રીન ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ છે. બેઠકમાં પ્રતિનિધીઓ દ્વારા પ્રવાસન સંબંધિત વિભિન્ન મુદ્દા પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યું.