રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, દિવસ દરમિયાન તાપમાનનો પારો એકાદ ડીગ્રી ગગડી શકે છે
Live TV
-
ગુજરાતના હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં વાતાવરણ સુકૂ રહેશે. હાલ વરસાદની કોઈ સંભાવના નથી. દિવસ દરમિયાન તાપમાનનો પારો એકાદ ડીગ્રી ગગડી શકે છે. આવનારા ૨ થી ૩ દિવસ દરમિયાન રાત્રી દરમિયાન પણ કોઈ ફેરફાર જોવા મળે તેવી શક્યતા નથી. તો ૨ થી ૩ દિવસ પછી રાત્રીના તાપમાનમાં વધ-ઘટ જોવા મળી શકે છે તો આ તરફ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં શીત લહેર સાથે ઠંડીનો કેર વર્તાઇ રહ્યો છે.
રાજ્યમાં આજના આંકડા
નલીયા - 8.1 ડિ.ગ્રી
અમદાવાદ - 12 ડિ.ગ્રી
ભુજ - 11 ડિ.ગ્રી
ડીસા- 10 ડિ.ગ્રી
ગાંધીનગર- 10 ડિ.ગ્રી
રાજકોટ - 12 ડિ.ગ્રી
વડોદરા- 11 ડિ.ગ્રી
ઉત્તર ભારતમાં ધુમ્મ્સ અને શીતલહેરના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં શીતલહેરનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરી છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્હી,બિહાર,યુપીના અનેક શહેરોમાં વિજીબિલીટી ઓછી હોવાથી માર્ગ અને રેલ વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. લખનૌમાં 7 જાન્યુઆરી સુધી સ્કૂલ કોલેજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પણ વધુ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
