સુરતની બે દિકરીની રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ માટે પસંદગી
Live TV
-
સુરતના બે ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની યોગાસનની સ્પર્ધામાં કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ માટે પસંદગી પામ્યા છે. સુરતની સમિક્ષા પટેલ અને આરના ગાંધીએ આર્ટિસ્ટિક યોગાસન પૈર ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરીને રાજય તથા સુરતનો ગૌરવ વધાર્યું હતું. સાથે સાથે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ માટે પસંદગી પામ્યા છે. તેઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ ખેલો ઇન્ડિયા ઈવેન્ટમાં કરશે. તાજેતરમાં મહારાષ્ટ્રના સંગમનેરમાં યોજાયેલી ત્રીજી સબ-જૂનિયર અને જૂનિયર રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 29 રાજ્યોના 800 થી વધારે સ્પર્ધકો એ ભાગ લીધો હતો.
