રાજ્યમાં CNG અને PNGમાં ભાવ વધારો
Live TV
-
ગુજરાત ગેસે CNGમાં 2.15 રૂપિયા અને PNGમાં 1.10 રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે
ગુજરાત ગેસે CNGમાં 2.15 રૂપિયા અને PNGમાં 1.10 રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે મધરાતથી જ રાધંણ ગેસના ભાવમાં 1.10 રૂપિયાનોનો વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવ વધતા રિક્ષાના કિ.મી.દીઠ ખર્ચમાં 10 પૈસાનો જ વધારો થથે, મધરાતથી અમલમાં આવી જતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 18 લાખ જેટલા ગ્રાહકોને અસર થશે.
અદાણી ગેસ પણ આજે મોડી રાત્રે કે, આવતીકાલે તેના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરે તેવી સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 6 માસ દરમિયાન CNGના ભાવમાં આવેલા 6%ના વધારાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે CNGનો સપ્લાય આપતી કંપનીઓને પહેલી એપ્રિલ 2018થી 6%નો ભાવ વધારો કરવાની છૂટ આપી હતી, જોકે આ વધારો 18 એપ્રિલથી એટલે કે આજથી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.
આ વધારો 17મી એપ્રિલના રાતના 12 વાગ્યા પછી અમલમાં આવી ગયો છે. ગુજરાત ગેસના CNGના અંદાજે 6 લાખ અને PNGના અંદાજે 12 લાખ મળીને કુલ 18 લાખ ગ્રાહકો પર આ ભાવ વધારાનો બોજ આવશે. જોકે રિક્ષામાં CNGના વપરાશ કરનારાઓએ કિલોમીટર દીઠ માત્ર 10 જ પૈસાનો બોજ વધશે.
