Skip to main content
Settings Settings for Dark

સુરતમાં 12 વર્ષના ભવ્ય શાહનો દિક્ષા ગ્રહણ સમારોહ

Live TV

X
  • સુરતના હીરા વેપારીનો 12 વર્ષનાં દીકરો ભવ્ય શાહનો આજે દિક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો.

    સુરતના હીરા વેપારીનો 12 વર્ષનાં દીકરો ભવ્ય શાહનો આજે દિક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો. તે આજે સંસારનો ત્યાગ કરી ધર્મ માર્ગે નીકળી પડ્યો છે. ત્યારે તેના દીક્ષા ગ્રહણ સમારોહમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ દીક્ષા ગ્રહણ કરતા સમયે એક રસપ્રદ બાબત જોવા મળી હતી. ભવ્ય શાહ દીક્ષા લેતા પહેલા સ્ટેજ પર નૃત્ય કરતો જોવા મળ્યો હતો. તેના નૃત્ય કરતા સમયે ઓડિયન્સમાં ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.

    સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં રહેતા દીપેશભાઈનો હીરાનો વેપાર ધરાવે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે. થોડા સમય પહેલા તેની દીકરી પ્રિયાંશીએ દિક્ષા લીધી હતી. જ્યારે આજે તેમના 12 વર્ષનો દીકરો ભવ્ય શાહ દીક્ષા લીધી હતી. ભવ્યએ આચાર્ય રશ્મિરત્ન સૂરીની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી હતી. ભવ્ય શાહના દીક્ષા ગ્રહણ સમારોહ માટે ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. ભવ્યના પરિવારજનો માટે આ પળ આનંદની પળ બની રહી હતી. દીક્ષા ગ્રહણ કરતા પહેલા ભવ્યની જે પણ ઈચ્છાઓ હતી, તે પૂરી કરવામાં આવી હતી. સ્ટેજ પર ભવ્ય નૃત્ય કરતો જોવા મળ્યો હતો. આમ, ઉત્સાહ ઉમંગ સાથે આ વિધિ પૂરાઈ કરાઈ હતી.

    આ પહેલા લક્ઝુરિયસ ફેરારી કારમાં દિક્ષાના મૂહુર્ત માટે તેની શોભાયાત્રા નીકળી હતી. માતાપિતાએ પણ ભારે લાડકોડથી દીકરાને સંસારનો ત્યાગ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભવ્ય શાહ ધોરણ-7માં ભણતો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply