રાજ્યમાં ITIનું મેગા અપગ્રેડેશન : 177 બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટ્સને વેગ
Live TV
-
રાજ્યમાં ITIના આધુનિકીકરણ માટે હાલ કુલ 177 માળખાકીય પ્રોજેક્ટ્સ (નવા બિલ્ડિંગ, વર્કશોપ અને રિનોવેશન) પ્રગતિ હેઠળ છે, જેમાંથી 128 પ્રોજેક્ટ્સ સક્રિય અમલીકરણમાં છે.
આગામી વર્ષનું આયોજન વર્ષ 2026-27માં વધુ 114 નવા પ્રોજેક્ટ્સ શરૂ કરાશે, જેમાં અમરેલીમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગ અને ખેડબ્રહ્મામાં હોસ્ટેલનો સમાવેશ થાય છે.ન્યુ એઈજ સ્કિલ્સ બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ યુવાનોને આધુનિક કૌશલ્ય તાલીમ આપવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ: રાજ્યની ITIમાં દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે રેમ્પ, ટેક્ટાઈલ ફ્લોરિંગ, બ્રેઈલ માર્કિંગ અને વિશેષ શૌચાલય વિકસાવવામાં આવી રહ્યા છે.શ્રમિકોની સલામતી પર ભાર: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ બાંધકામ સાઇટ્સ અને કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય તથા સલામતી પર વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપી છે.
