Skip to main content
Settings Settings for Dark

દમણગંગા ડેમના 10 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ: 10થી વધુ લોકોનું રેસ્ક્યૂ

Live TV

X
  • દાદરા અને નગર હવેલીમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મધુબન (દમણગંગા) ડેમમાં પાણીની આવક વધીને 3,00,867ક્યુસેક પહોંચી છે.

    ડેમની સલામતી જાળવવા માટે તંત્ર દ્વારા 10 દરવાજા 6 મીટર સુધી ખોલીને નદીમાં 2,59,734 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.ડેમમાંથી પાણી છોડાતા રખોલી, કુડાચા મેઘવાળ, મસાટ, રિવર ફ્રન્ટ, પીપરીયા આંબેડકર વિસ્તાર, લેન્ડમાર્ક, ટોકરખાડા અને ગોકુળ કેનેરા બેંક તથા રેડક્રોસ બિલ્ડીંગ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાવચેતીના પગરૂપે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે અને સતત બીજા દિવસે પણ શાળાઓ, કોલેજો, આઈટીઆઈ તેમજ આંગણવાડીઓ બંધ રાખવાના આદેશ જારી કરાયા છે.

    જળ સપાટી 75.65 મીટરપાણીની આવક 3,00,867 ક્યુસેક,નદીમાં જાવક: 2 ,65, 426ક્યુસેક (10 દરવાજા 6 મીટર ખુલ્લા) ખાનવેલના તલાવલી વિસ્તારમાં 'રિવર ટચ રિસોર્ટ' પાછળ પાણી ભરાતા ફસાયેલા 10થી વધુ લોકોનું NDRF, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક યુવાનોની મદદથી સફળ રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળાંતર કરાયું છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા 30થી વધુ શાળાઓમાં 'શેલ્ટર હોમ' ઉભા કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે ન જવા અને અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
apply