Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભા ચૂંટણી : ગુજરાતથી રાજ્યસભા માટે ભાજપ તરફથી 4 ઉમેદવારોના નામની જાહેરાત

Live TV

X
  • 27 ફેબ્રુઆરીના રોજ 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર ચૂંટણી યોજાશે.

    આજે ભાજપની કેન્દ્રીય સમિતિએ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતથી હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે. 

    એક બ્રાહ્મણ, એક પાટીદાર અને બે OBC ઉમેદવાર ગુજરાત રાજ્ય સભા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 

    ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે આવતીકાલે, ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે તે પૂર્વે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત મહેસાણાના મયંક નાયક જે ભાજપના પાયાના કાર્યકર્તા છે. જ્યારે સુરતના ગોવિંદ ધોળકિયા ડાયમંડ બિઝનેસમેન છે, જે રામકૃષ્ણ એક્સપોર્ટ નામે સુરતમાં કામ કરી રહ્યા છે. પંચમહાલના ગોધરાના ડો.જશવંતસિંહ સલામસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. 

    આ તમામ લોકો આવતીકાલે બપોરે 12:39 મિનિટે, વિધાનસભા સચિવાલય ખાતે આવીને તેમની ઉમેદવારી નોંધાવશે. તેમની ઉમેદવારીના સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના આગેવાનો હાજરી આપશે.

    15 રાજ્યોની 56 રાજયસભાની બેઠકોમા બિહારની છ બેઠકો સિવાય,ગુજરાત, કર્ણાટક ચાર-ચાર, મહારાષ્ટ્રમાં છ, પશ્ચિમ બંગાળ-મધ્ય પ્રદેશમાં પાંચ-પાંચ, ઉત્તર પ્રદેશમાં 10, રાજસ્થાન-ઓડિશા- તેલંગાણા-આંધ્ર પ્રદેશમાં ત્રણ-ત્રણ અને છત્તીસગઢ-હરિયાણા-હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડમાં એક-એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply