રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓના પેન્શનમાં વધારાની જાહેરાત
Live TV
-
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓના પેન્શનમાં વધારાની જાહેરાત કરી હતી. સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે. આ નિર્ણયને કારણે 4 લાખ 65 હજાર કર્મચારીઓ અને 4 લાખ 12 હજાર પેન્શનરોને લાભ થશે. આ મુદ્દે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આ નિર્ણયને કારણે સરકાર પર મોટું ભારણ પડશે. પેન્શનરોને એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. તો ખેડૂતોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.સરકાર હવે ખેડૂતોને તુવેર ટેકાના ભાવે ખરીદશે.કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.