ડાંગ લોકોત્સવમાં હજારો લોકોએ ડાંગી નૃત્યને મનભરીને માણ્યો
Live TV
-
મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગોવા ઉતર પ્રદેશ અને છેક આસામ સુધીના નૃત્યો પણ ડાંગના દરબારીઓએ માણયા હતા.
ડાંગ જિલ્લાનો સૌથી મોટો લોકોત્સવ ડાંગ દરબારના ત્રીજા દિવસે રંગ ઉપવન ખાતે લોકમેળામા હજ્જારોની સંખ્યામાં ગામેગામથી લોકો અને વિદેશી મેહમાનોએ ડાંગી નૃત્યોને મનભરાને માણયા હતા જેમાં પાવરી નૃત્ય ભવાડા નૃત્ય ઠાકરે નૃત્ય રામાયણ નૃત્ય નાટિકા વારલી નૃત્ય ડુંગરદેવ નૃત્ય થાળી વાદન તમાશા કાર્યક્રમ સહિત સ્થાનિક કલાકારો દ્રારા રાજસ્થાની નૃત્ય રાસ-ગરબા હોળી નૃત્ય સહિત ડાંગની આગવી ઓળખ બની ગયેલા ડાંગના દરબારી નૃત્ય નાટિકાએ ભારે રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગોવા ઉતર પ્રદેશ અને છેક આસામ સુધીના નૃત્યો પણ ડાંગના દરબારીઓએ માણયા હતા.