રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યુ
Live TV
-
રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે નવ દિવસીય વિકાસ મહોત્સવનું આયોજન કરાયું છે. જેની શરૂઆત આજથી થઈ છે જેમાં 1 ઓગસ્ટ એટલે કે આજે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે શાળાના ઓરડાઓ તથા વર્ગખંડો, જ્ઞાનપુંજ પ્રોજેક્ટ તથા ICT લેબનું વર્ચ્યુઅલ લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કર્યુ હતું. મુખ્યમંત્રી દ્વારા નમો ઈ-ટેબ ટેબલેટ યોજના સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી હતી. જેમાં ધોરણ 10 અને 12ની માન્ય બોર્ડની પરીક્ષામાં ઉર્તીણ થયેલ અને ગુજરાત માન્ય યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ. 1 હજારના ટોકન દરે ટેબલેટ આપવાની યોજના અમલી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, પાંચ વર્ષ દરમિયાન વિકાસને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં અનેક વિકાસલક્ષી કામ કરવામાં આવ્યા છે.
