ગુજરાત પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રીના પદે રત્નાકરની વરણી કરાઇ
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રત્નાકરની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી પદે વરણી કરી છે. શ્રી રત્નાકર ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે શરૂઆતથી સંકળાયેલા છે.
સામાન્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા તેમને કાશી અને ગોરખપુર પ્રદેશના સંગઠન સચિવ બનાવવામાં આવ્યા હતા. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ગ્રાસરૂટ લેવલ પર તેમનું કામ જોઈને તેમને માઈક્રો મેનેજમેન્ટના માસ્ટર માનવામાં આવ્યા છે.
