Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું ,ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર 31 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન કરવાની રહેશે અરજી

Live TV

X
  • ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન પહોચ્યુ છે.

    રાજ્યમાં  16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને  હેક્ટર દીઠ રૂપિયા 8 હજાર 500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે  હેક્ટર દીઠ રૂપિયા 22 હજાર 500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેક્ટર રૂપિયા 15 હજાર મળીને કુલ 37 હજાર 500ની સહાય અપાશે. સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર 31 ઓકટોબર 2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સહાય લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.

    બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા 22,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ રૂપિયા 1,25,000ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.

    • આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

    • સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે

    • આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે તેમ જ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.

    • આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.

    • આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply