રાજ્ય સરકારે જર્જરીત ઇમારતોનો સરવે હાથ ધરાયો
Live TV
-
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકાએ નબળી ઇમારતોનો સર્વે કરીને 150 જેટલી ઇમારતના માલિકોને નોટિસ ફટકારી
તાજેતરમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક જર્જરીત કોલોનીના બે બ્લોક ધરાશાયી થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે 25 કરતા વધુ વર્ષથી જુના મકાનોનો સર્વે કરી ખરાબ હાલતમા હોય તેનું રી-ડેવલપમેન્ટ કરવાની નીતિઓ જાહેર કરી છે. જેના ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકાએ નબળી ઇમારતોનો સર્વે કરીને 150 જેટલી ઇમારતના માલિકોને નોટિસ ફટકારી છે અને તેને રિનોવેશન કરવા સુચવ્યું છે. વેરાવળમાં જુની પોસ્ટ ઓફિસ પ્રકાશ કોમ્પલેક્ષ તેમજ હાઉસીંગ સોસાયટી સહિત અનેક ઇમારતો જર્જરિત છે. નબળી ઇમારતોમાં રહેતા લોકોનું કહેવું છે કે જર્જરિત બિલ્ડીંગમાં વાસ્તવિક રીતે વસતા આર્થિક નબળા લોકોને સરકારી યોજનાનો પૂરો લાભ મળવો જોઇએ. તેમજ બિલ્ડીંગ નવુ બને ત્યાં સુધી સરકાર દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા થવી જોઇએ.