Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીની નોંધણીની તારીખ 10 નવેમ્બર સુધી લંબાવી

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયની જાણકારી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તરફતી આપવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ 10 મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23ના ખરીફ પાકો મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે તારીખ 29ઓક્ટોબર 2022 થી કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો હતો.તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું સધન આયોજન કરવામાં આવેલ છે.વર્ષ 2022-23 માં મગફળીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી છે.

    તેમણે ઉમેર્યું કે, ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તારીખ ૨૫ સપ્ટેમ્બર થી શરૂ થયેલ છે જે 24 ઓક્ટોબર 2022 સુધી થનાર હતી. પરંતુ કેટલાક જિલ્લામાં વી સી ઈ ની હડતાલના કારણે નોંધણી થઈ  શકેલ નથી. આથી  ખેડૂતોને નોધણીમાં મુશ્કેલીના ન પડે અને તમામ ખેડૂતોને નોંધણીની તક મળી રહે તે માટે  હવે ખેડૂત નોંધણી 10 મી નવેમ્બર સુધી કરાશે આથી સર્વે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે સત્વરે નોંધણી કરાવવા અનુરોધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply